માંડવીના નોકરિયાત યુવાન પાસે 1.10 લાખ ઓનલાઇન ધુતાતાં ફોજદારી

ભુજ, તા. 24 : માંડવી શહેરના નોકરિયાત યુવાન ઋત્વિક ભગવાનજી સાથે થયેલી રૂા. 1.10 લાખની ઓનલાઇન ઠગાઇના મામલે ફોજદારી ગુનો દાખલ કરાયો હતો. માંડવીમાં ખારવા પચાડા વિસ્તારમાં રહેતા ઋત્વિક દ્વારા આ બાબતે ઉતરપ્રદેશના સોની નામની વ્યકિત સામે ગુનો દાખલ કરાવ્યો હતો. ગત તા. 20મી જુનના ઇન્સ્ટાગ્રામ મારફતે 10 હજારના રોકાણના બદલામાં 32 હજારના ફાયદાની વાત કરી ઓનલાઇન જાળ પાથરવામાં આવી હતી. જેમાં તબકકાવાર રૂપિયા જમા કરાવીને ભોગ બનનારે રૂા. 1.10 લાખની રકમ ખોઇ હતી તેવું ફરિયાદમાં લખાવાયું છે. માંડવી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer