સાંગનારા અને વીજપુરવઠા વચ્ચે બારમો ચંદ્ર: પૂરતી વીજળી નથી મળતી

સાંગનારા (તા. નખત્રાણા), તા. 24 : છેલ્લા દસ દિવસથી ગામમાં વીજળીના ધાંધિયા સર્જાતાં લોકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. સામાજિક કાર્યકર અરવિંદ જે. ઠક્કરે રોષ સાથે જણાવ્યું હતું કે, વિથોણ વીજમથકની 24 કલાક આવતો પુરવઠો લગભગ બેથી ત્રણ કલાક વિના જાહેરાતે ખોરવાય છે. આ સંજોગો ગરમીમાં અને ઉકળાટના કારણે વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓને ભારે પરેશાની ભોગવવી પડે છે. સાથે બી.એસ.એન.એલ.ની બેટરી ડાઉન હોવાથી બે ત્રણ કલાક ટાવર પણ બંધ રહે છે. આ સંજોગોમાં લેન્ડલાઈન નંબર બંધ થઈ જતાં ક્યાંયે ફરિયાદ કરી શકાતી નથી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer