ભુજમાં લૂંટની ખોટી ટિપ્સ આપીને પોલીસને દોડાવનારો પિયકકડ નીકળ્યો

ભુજ, તા. 24 : શહેરમાં વાહનો અને રાહદારીઓની આવનજાવન થકી દિવસભર ધમધમતા રહેતા મંગલમ ચાર રસ્તા ખાતે લૂંટ થયાનો ફોન કરીને પોલીસને દોડાવનારો તપાસમાં નશાયુકત નીકળ્યો હતો. ખોટી ટિપ્સ આપીને દોડધામ કરાવનારા ભુજમાં સંસ્કાર નગર સ્થિત વિદ્યાનગર સોસાયટીમાં રહેતા પંકજ રામજી ચૌહાણ નામના આ શખ્સ સામે ગુનો દાખલ કરાયો હતો. જિલ્લા પોલીસ નિયંત્રણ કક્ષમાં લૂંટ થયાનો ફોન કરાતા ભુજ એ. ડિવિઝન પોલીસને રવાના કરાઇ હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસને કાંઇ ન બન્યું હોવાનું અનુભવાયું હતું. આ સમયે પંકજ ચૌહાણ તેની સ્વિફટ કારમાં આવ્યો હતો અને ફોન તેણે કર્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે છાનબીન કરતાં આ શખ્સ નશાયુકત નીકળ્યો હતો. અલબત્ત તે પરમિટધારક હોવાથી તેની સામે પરમિટના નિયમોના ભંગ વિશે ગુનો નોંધાયો હતો તેમ પોલીસે જણાવ્યું હતું.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer