ભચાઉના બે કેસમાં રાજયની વડી અદાલતનું રૂકજાવ

ગાંધીધામ, તા. 24 : ભચાઉ પોલીસે નોંધેલા બે કેસમાં ગુજરાત હાઈકોર્ટે કોઈ કાર્યવાહી ન કરવાનો આદેશ આપ્યો હતો. લોકડાઉનના સમયગાળામાં પોલીસે મનફરાના ગુણવંત કાપડી ઉર્ફે કલ્લુ દાદા  વિરુધ્ધ દારૂ તથા બીડી ગુટકાની ફરિયાદો કરી હતી. મહંત ગુણવંત  કાપડીએ ખનિજ ચોરી  મુદે અવાજ ઉઠાવ્યો હતો. જેને કેન્દ્રમાં રાખીને પોલીસે તેમને ખોટી રીતે કનડગત કરવા   એક કલાકના સમયગાળામાં બે ફરિયાદો  નોંધી હતી. આ ફરિયાદો રદ કરવા  ગુજરાત સ્પેશિયલ ક્રિમિનલ અરજી  દાખલ કરાઈ હતી.   અદાલતે આ સંદર્ભે   તહોમતદાર સામે કોઈ  પણ કાર્યવાહી ન કરવા આદેશ આપ્યો હતો. આરોપીપક્ષે ધારાશાત્રી દિલીપકુમાર જોષીએ ધારદાર દલીલો કરી હતી.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer