કોટડા ઉગમણાના સરપંચ ઉપર બોલાચાલી અન્વયે પંચાયત સભ્યનો હુમલો

કોટડા (ચકાર), તા. 24 : ભુજ તાલુકાના આ ગામે ગામના સરપંચ નરશીંભાઇ રવજી ભગત ઉપર બોલાચાલીના અનુસંધાને ગ્રામ પંચાયતના સભ્ય મહેન્દ્ર નારાણ લીંબાણી દ્વારા લાકડી વડે હુમલો કરાયો હતો.આજે સવારે બનેલી આ ઘટના બાબતે પોલીસમાં માત્ર જાણવાજોગ નોંધ થઇ છે. રાત્રિ સુધી હજુ ગુનો દાખલ કરાયો નથી. કોઇ કારણે બોલાચાલી થયા બાદ તે અન્વયે આરોપીએ લાકડી વડે ગામના પ્રથમ નાગરિક ઉપર હુમલો કરીને તેમને ડાબા પગે ઇજા પહોંચાડી હતી. તેવું પોલીસ સમક્ષ પ્રાથમિક તબકકે લખાવાયું છે. પદ્ધર પોલીસે ગુનો દાખલ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. હુમલાની આ ઘટના ગામમાં લાગેલા સી.સી. ટી.વી. કેમેરામાં પણ કેદ થઇ હોવાનું જાણવા મળ્યું છે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer