માનવ ગરિમાના ફોર્મ ઓનલાઇન જ ભરવાના નિયમથી ગરીબો પરેશાન

ભુજ, તા. 24 : કોરોના અને લોકડાઉનમાંબેહાલ બનેલા અનુસૂચિત જાતિ, ઓબીસી પછાત વર્ગના ગરીબો માટે રાજ્ય સરકારે માનવ ગરિમા યોજનાની સારી પહેલ તો કરી છે પણ સમાજ કલ્યાણ ખાતા હસ્તકની આ યોજનામાં માત્ર ઓનલાઇન ફોર્મ ભરવાના નિયમને કારણે નાનો વર્ગ મુંઝાય છે અને ભુજના અમુક સાયબર કાફે પણ આવા લોકોની લાચારીનો ફાયદો ઉઠાવીને  ફોર્મદીઠ 200થી 250 રૂપિયા લઇ લેતા હોવાના આક્ષેપ ઊઠી રહ્યા છે અને લાભાર્થીઓ કહે છેકે, ગરીબોની યોજનાઓમાં ઓફલાઇન સ્થળ પર ફોર્મ ભરીને રજૂ કરવાનો વિકલ્પ હોવો જોઇએ. સૂત્રોના જણાવ્યા અનુસાર બહુમાળી ભવન સ્થિત સમાજ કલ્યાણ ખાતાની કચેરી હસ્તકની આ યોજનાને સારો પ્રતિસાદ મળ્યો છે. આ યોજના હેઠળ ગરીબોને રૂા. 4000 અને આજીવિકા માટે સિલાઇ મશીન, કડિયા કામની કિટ જેવા સાધનો પણ અપાય છે અને અત્યાર સુધી આઠેક હજાર ફોર્મ ભરાઇ ગયા છે પણ માત્ર ઓનલાઇન ફોર્મ ભરવાના નિર્ણયથી ગરીબોને પરેશાની થાય છે. સાયબરના ધંધાર્થીઓ ગેરલાભ ઉઠાવતા હોવાનો આક્ષેપ થઇ?રહ્યો છે. ત્યારે રૂબરૂ સ્થળ?પર ફોર્મ લેવાનો વિકલ્પ હોવો જોઇએ. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer