નાસિક પાંજરાપોળની વિશાળ જમીન પર ગૃહ નિર્માણ પ્રોજેક્ટ કરવાની હિલચાલ

મુંબઇ તા. 24 (અમારા પ્રતિનિધિ તરફથી) : નાસિકની 143 વર્ષ જૂની શ્રી નાસિક પંચવટી પાંજરાપોળની વિશાળ જમીન સિડકો સીટી એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનને ગૃહ નિર્માણ પ્રોજેકટ માટે હસ્તાંતરીત કરવાની હિલચાલ શરૂ થઇ છે. જેની સામે પાંજરાપોળ ટ્રસ્ટે વિરોધ નોંધાવ્યો  છે. નાસિકવાસીઓ પણ જાગી ઉઠયા છે અને આ હિલચાલ સામે રોષ વ્યક્ત કર્યો છે.પાંજરાપોળ ટ્રસ્ટના સૂત્રો અનુસાર આ પાંજરાપોળ રજિસ્ટર્ડ પબ્લીક ચેરિટેબલ ટ્રસ્ટ ગૌશાળા છે. જે હાલમાં 1300 પશુધન સંભાળે છે, તેની 1200થી 1500 એકર જમીન છે. જ્યાં લાખો વૃક્ષો છે. બે મધમાખી કેન્દ્ર છે. મોટા રેઇનવોટર હાર્વેસ્ટીંગ તળાવો છે, આ પ્રાકૃતિક વાતાવરણમાં હજારો પક્ષીઓ અને પ્ર્રાણીઓને આશ્રય મળી રહે છે. આવી જગ્યાએ પર્યાવરણ સુરક્ષાનું મેટું કાર્ય થયું છે. આ રક્ષિત જંગલમાં અંદાજે 2.10 લાખ વૃક્ષો છે. આ વૃક્ષોમાં આમળા, બાવળ, બાહવા, બોર, બીટ્ટી, ચીકુ, નાળિયેર, જાંબુ, કદમ્બ, કેરી, ખેર, સિલ્વર ઓક વગેરેનો સમાવેશ થાય છે. જેની પેદાશમાંથી થતી આવકથી 1300 ગાયોનો નિભાવ થાય છે. આ ગાયોમાં માત્ર 250 દુઝણી છે. સિડકોએ આ જમીનની માંગણી સાથેની દરખાસ્ત મૂકી છે. એક તરફ સરકાર ગૌધનના નિભાવ માટે ગૌશાળાઓને પ્રોત્સાહન આપે છે. ત્યારે બીજી તરફથી વર્ષોની મહેનતથી ઊભી કરેલી ગૌશાળાને હાનિ પહોંચાડવાના પ્રયાસ થાય તે તદન ગેરવાજબી છે પર્યાવરણને ફાયદા થાય તે વૃક્ષોનું નિકંદન કાઢીને ત્યાં કોંક્રીટનું જંગલ ઉભું કરવામાં આવે તે શું યોગ્ય છે ? 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer