કચ્છ યુનિ.ની પરીક્ષાના ત્રીજા દિવસે 15 કોપીકેસ

ભુજ, તા. 24 : કચ્છ યુનિ.ની ગુરુવારથી શરૂ થયેલી પ્રત્યક્ષ પરીક્ષાના ત્રીજા દિવસે 15 છાત્ર કોપી કરતા ઝડપાતાં ગેરરીતિ કરતા પકડાયેલા છાત્રોની સંખ્યા 19 પર પહોંચી છે.કચ્છ યુનિ.ની સત્તાવાર યાદી અનુસાર ભચાઉની વાણી વિનાયક કોલેજમાં 14 તો આદિપુરની તોલાણી કોલેજમાં 1 મળી 15 છાત્રને ગેરરીતિ કરતા ઝડપી લેવાયા છે. નોંધનીય છે કે, 30 પરીક્ષા કેન્દ્રમાં 9453 છાત્ર પરીક્ષા આપી રહ્યા છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer