આજે ભુજ તા. પ્રાથ. આરોગ્ય સહિત કેન્દ્રો પર ખાસ રસીકરણ મહાઝુંબેશ

ભુજ, તા. 24 : ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી વ્યાપારી સંકુલો સાથે જોડાયેલી વ્યક્તિઓની ખાસ મહારસીકરણ ઝુંબેશ અંતર્ગત આવતીકાલે તા. 25ના એક દિવસ ભુજ તાલુકાના પ્રાથમિક આરોગ્ય સહિતના કેન્દ્રો પર રસી અપાશે. આ અંતર્ગત ભુજ શહેરમાં છઠ્ઠીબારી અને વ્યાયામ શાળા, ધાણેટી, માધાપર, સુખપર, દહીંસરા, દેશલપર (વાં.), કોડકી, ગોરેવાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ લોડાઇના સબ સેન્ટર, કુકમા, કેરામાં પંચાયતી પ્રાથમિક અને કન્યા?શાળા, માધાપરમાં પટેલ ઇંગ્લીશ સ્કૂલ-નવાવાસ, નારાણપર પસાયતીમાં બાલમંદિર, ખાવડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ભુજની જી.આઇ.ડી.સી.માં પ્લોટ?નં. 809, શૈલેન્દ્ર ઇન્ડસ્ટ્રીઝ ખાતે, લાયન્સ ભવન-હોસ્પિટલ રોડ?તથા સર્વમંગલ આરોગ્ય સેન્ટર, વાણિયાવાડ થોભ શેરી ખાતે આ મહારસીકરણ ઝુંબેશ હાથ ધરાશે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer