કચ્છમાં સતત ચોથો દિવસ કોરોનાવિહોણો

ભુજ, તા. 24 : કચ્છમાં વિદાય થવા ભણી આગળ ધપતું કોરોના સંક્રમણ શનિવારે સ્થિર થયું હોય તેમ સતત ચોથા દિવસે નવો એક પણ કેસ ન નોંધાયો તેની સામે કોઇ દર્દી સાજો પણ ન થતાં સક્રિય કેસનો આંકડો બીજા દિવસે બેના આંકે સ્થિર રહ્યો હતો. હાલ સારવાર હેઠળ રહેલા બન્ને દર્દીઓ ભુજની જનરલ હોસ્પિટલમાં ઓક્સિજન પર છે. જિલ્લામાં નોંધાયેલા કુલ પોઝિટિવ કેસનો આંક 12593 તો સાજા થયેલા દર્દીઓની સંખ્યા 12479 તો મૃત્યુઆંક 282ના આંકે સ્થિર રહ્યો હતો.શનિવારે ભુજમાં 2012, ગાંધીધામમાં 1858, અંજારમાં 944, માંડવીમાં 881, મુંદરામાં 718, રાપરમાં 569, ભચાઉમાં 548, નખત્રાણામાં 399, અબડાસામાં 350 અને લખપત તાલુકામાં સૌથી ઓછા 49 મળી 8328 લોકોને રસી અપાતાં રસી લેનારા લોકોની કુલ સંખ્યા 5.94 લાખે પહોંચી છે. નોંધનીય છે કે રવિવારે વ્યવસાય કર્તાઓ માટે ખાસ રસીકરણ કેમ્પનું આયોજન હાથ ધરાયું છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer