દબાણકારો તો અરજી કરનારાના ઘેર અચાનક પહોંચી ગયા

ભુજ, તા. 23 : અબડાસામાં તો દબાણ હટાવવાની ફરિયાદ થઇ તો તંત્રે હદ કરી નાખી, કારણ કે, ફરિયાદ કરનારાના ઘેર એ દબાણકારો પહોંચી ગયાને વિનંતી કરવા લાગ્યા ! અબડાસાના એક ગામમાં દબાણ અંગેની તાજેતરમાં ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ અરજીના આધારે તંત્રે કાર્યવાહી તો ન કરી પરંતુ એ દબાણકારોને બોલાવી તમારી ફરિયાદ આવી છે એવું જણાવતાં સમાધાન કરી લ્યોને એવું કહેવામાં આવ્યું હતું.અરજી કરવાવાળાનું નામ જાણીને દબાણકારો ફરિયાદીના ઘેર પહોંચી ગયા હતા અને  અમને ધંધો કરવા દ્યોને એમ જણાવી ઊલટાનું સમાધાનની  વાતો કરી હતી,  તો એ અરજદારે જણાવ્યું કે ખાનગી રીતે કરાતી અરજીઓ અને અરજદારોના નામ જો કચેરી આપી દે તો કોણ ફરિયાદ કરશે અને આમાં કેમ કાર્યવાહી થાય ? 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer