મેઘમહેર ઝંખતું કચ્છ ઉકળાટથી અકળાયું

ભુજ, તા. 23 : વરસાદ વરસશે તેવી હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છી માડૂઓ આભ ભણી નયનો તાકી મેઘમહેર વરસે તેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે પણ ઊંચકાયેલા મહત્તમ પારા અને ભેજના વધુ પ્રમાણના લીધે મેઘમહેર ઝંખતું કચ્છ તાપ-ઉકળાટથી અકળાઇ રહ્યું છે. હવામાન વિભાગે પાંચ દિવસ સુધી હળવા-મધ્યમ વરસાદ વરસવાની આગાહીને યથાવત રાખી છે.કંડલા (એ.)માં પારો ત્રણ ડિગ્રી ઊંચકાઇ 38.2 ડિગ્રીએ પહોંચતાં અંજાર-ગાંધીધામ સંકુલ રાજ્યમાં સર્વાધિત તપ્યા હતા, તો ચાર ડિગ્રીના વધારા સાથે કંડલા પોર્ટમાં પારો 36.1 તો ભુજમાં બે ડિગ્રીના વધારા સાથે 35.4 ડિગ્રીએ પહોંચતાં કંડલા (એ.) પછી કચ્છના આ બે કેન્દ્ર રાજ્યના બીજા-ત્રીજા નંબરના ગરમ મથક બન્યા હતા. પવનની ગતિ મંદ પડતાં ઉકળાટનું પ્રમાણ નોંધનીય રીતે વધ્યું હતું. નલિયામાં પણ બે ડિગ્રીના વધારા સાથે તાપમાન 36.2 ડિગ્રીએ પહોંચ્યું હતું.રાજ્યના અન્ય વિસ્તારોની તુલનાએ કચ્છમાં ગરમી-ઉકળાટ વધુ અનુભવાયા હતા. ધૂંધળો માહોલ હળવો બનતાં ધૂપ-છાંવના માહોલ વચ્ચે સૂર્યનારાયણના દર્શન?થયા હતા. લઘુતમ તાપમાન 26થી 28 ડિગ્રી જેટલું ઊંચું નોંધાયું હતું. ઓફશોર ટ્રફ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર તળે કચ્છમાં હળવા-મધ્યમ વરસાદની આગાહી જારી રખાઇ?છે. ભારે વરસાદની કોઇ ચેતવણી અપાઇ નથી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer