ભચાઉ પોલીસે બે દિવસ સર્ચ ઓપરેશન કરી આરોપીને પાંજરે પૂર્યો

રાપર, તા. 23 : બનાસકાંઠા જિલ્લાના ભાભર& ગામની સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનારા આરોપીને ભચાઉ પોલીસે સઘન તપાસ આદરી ભોગ બનનાર બાળકી સાથે ઝડપી પાડયો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આરોપી શૈલેષજી  રમેશજી વાઘેલા (રહે સનેસડા તા.ભાભર)એ સગીરાનું અપહરણ કરી તેની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યું હતું. અપહરણ થયેલા બાળકો અને માણસો તેમજ આરોપીઓને શોધવાની સુચના અંતર્ગત ભચાઉ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી.  ભાભરમાં સગીરાનુ અપહરણ કરનાર આરોપી ભચાઉ તાલુકાના ચોપડવાની સીમમાં હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે તેમજ હ્યુમન સોર્સિસના આધારે ભચાઉ પોલીસે ચોપડવા અને ચીરઈની સીમમાં સતત બે દિવસ સુધી સર્ચ ઓપરેશન કર્યું હતું. પોલીસે આરોપીને રાઉન્ડઅપ કરી ભાભર પોલીસને સોપ્યો હતો. આ કામગીરીમાં ભચાઉ પી.આઈ. જી.એલ. ચૌધરી, સર્વેલન્સ સ્ટાફ અને આમરડી આઉટપોસ્ટનો સ્ટાફ જોડાયો હતો.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer