પાટણ યુનિ.માં રાયધણપરની યુવતીએ કચ્છનું ગૌરવ વધાર્યું : ગોલ્ડ મેડલ મેળવ્યો

પાટણ  યુનિ.માં રાયધણપરની યુવતીએ કચ્છનું ગૌરવ વધાર્યું : ગોલ્ડ મેડલ મેળવ્યો
રાયધણપર (તા. ભુજ), તા. 23 : રાય-ધણપર ગામની દીકરીએ પાટણ યુનિ-વર્સિટીમાં ફર્સ્ટ કલાસ સાથે ઉચ્ચ શિક્ષણ મેળવી કચ્છ આહીર સમાજ અને રાયધણપર ગામનું ગૌરવ વધારતાં હર્ષ ફેલાયો હતો.રાયધણપરના વતની અને હાલે ગાંધીધામ રહેતા ખીમજીભાઇ જેસંગભાઇ બરાડિયાની પુત્રી ભાવિકા બરાડિયાએ પાટણ યુનિવર્સિટીમાં એમ.એસસી. ફર્સ્ટ કલાસ મેળવી સફળતા મેળવી હતી. ઉપરાંત તેમણે બી.એસસી.માં પણ પ્રમુખસ્વામી સાયન્સ કોલેજ-કડી સમગ્ર કોલેજમાં ટોપ મેળવતાં યુનિવર્સિટી અને કોલેજ તરફથી મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. ભાવિકાના માતા રમીલાબેને એસ.એસ.સી. સુધી અભ્યાસ કરેલો છે. તેમણે પુત્રીને સતત પ્રોત્સાહન આપી ઉચ્ચ શિક્ષણ અપાવી ગ્રામ્ય વિસ્તારમાં દાખલો બેસાડયો છે. ભાવિકાની આ સિદ્ધિ બદલ ગાંધીનગર આહીર સમાજ તરફથી પણ તેમને સન્માનિત કરવામાંઆવ્યા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer