અંજારને કનડતા પ્રશ્નો ઉકેલવા પ્રતીક ધરણા કરાયાં

અંજારને કનડતા પ્રશ્નો ઉકેલવા પ્રતીક ધરણા કરાયાં
અંજાર, તા. 23 : શહેરને કનડતા પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ અને વોર્ડ-4ના નગરસેવક રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા પ્રતીક ધરણા યોજવામાં આવ્યાં હતાં. નગરપાલિકા ઉપપ્રમુખ બહાદુરસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા સુરેશ ટાંક, પૂર્વ નગરપતિ ભરત શાહે પ્રશ્નોના ઉકેલની લેખિતમાં બાંહેધરી આપતાં પારણા કરાવાયાં હતાં. જિ. પંચાયતના વિપક્ષી નેતા વી.કે. હુંબલ તથા અગ્રણીઓએ ધરણા છાવણીની મુલાકાત લઈ સહયોગની ખાતરી આપી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer