કચ્છમાં હવે કોરોનાના માત્ર બે જ સક્રિય કેસ

ભુજ, તા. 23 : કચ્છમાં હવે કોરોનાએ પોતાના વાવટા સંકેલવાનું શરૂ કર્યું હોય તેમ સતત ત્રીજા દિવસે જિલ્લામાં નવો એક પણ કેસ ન નોંધાયો, તેની સામે ભુજમાં એક દર્દી સ્વસ્થ થતાં રજા આપવામાં આવી હતી. કચ્છમાં હવે કોરોનાના માત્ર બે જ સક્રિય કેસ બચ્યા છે. આ બન્ને દર્દીઓ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ઓક્સિજન સપોર્ટ પર સારવાર હેઠળ છે. જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંક 1ર,પ93 પર સ્થિર રહ્યો તો સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 1ર479 તો સક્રિય કેસ 1 ઘટીને ર પર પહોંચ્યો છે. મૃતાંક ર8રના આંકે સ્થિર રહ્યો છે.આ તરફ જિલ્લામાં રસીકરણ લેનારા લોકોની સંખ્યા ગુરુવારની તુલનાએ અડધો અડધ ઘટી ગઈ છે. ભુજમાં રરર0, ગાંધીધામમાં 1418, અંજારમાં 968, માંડવીમાં 88ર, મુંદરામાં 7ર1, રાપરમાં 693, ભચાઉમાં પ87, અબડાસામાં 349, નખત્રાણામાં 3ર1 અને લખપતમાં 147 મળી 8306 લોકોને રસી અપાતાં રસી લેનારા લોકોની સંખ્યા પ.88?લાખે પહોંચી છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer