પોકસો ધારા સાથેના દુષ્કર્મ કેસમાં આરોપી જામીનમુક્ત

ભુજ, તા. 23 : સગીર વયની કન્યાના અપહરણ અને તેની સાથે દુષ્કર્મ આચરવાના પોકસો ધારા તળેના પદ્ધર પોલીસ મથકમાં દાખલ થયેલા કેસમાં આરોપી ભરત કેશાભાઇ ઉર્ફે કેશવજી લવિંગજી ઠાકોરને જિલ્લા અદાલતે  નિયમિત જામીન આપતો આદેશ કર્યો હતો. આરોપીની ધરપકડ બાદ તેના માટે નિયમિત જામીન અરજીની સુનાવણી જિલ્લા કોર્ટમાં થઇ હતી. અધિક સેશન્સ જજે સુનાવણી દરમ્યાન બન્ને પક્ષને સાંભળી આરોપીને નિયમિત જામીન આપતો હુકમ કર્યો હતો. આ સુનાવણીમાં આરોપી વતી વકીલ તરીકે કુલદીપ મહેતા, દેવરાજ ગઢવી, હેતલબેન દવે અને નરેશ ચૌધરી રહ્યા હતા.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer