દોલતપર ફાટક નજીક ટ્રક હડફેટે યુવાન ઘવાયો

ભુજ, તા. 23 : લખપત તાલુકામાં દોલતપર ફાટક નજીક ટ્રકની હડફેટે આવી જવાથી નખત્રાણા નવાનગરના સકિલ મામદ કુંભાર (ઉ.વ.21)ને ઇજાઓ થઇ હતી. પોલીસે આપેલી માહિતી અનુસાર ગઇકાલે સાંજે આ ઘટના બની હતી. ભોગ બનનારા યુવાનને વધુ સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયો હતો. ઇજાગ્રસ્તને હાથ અને પગમાં અસ્થિભંગ સાથે માથાના ભાગે પણ ઇજાઓ થયાનું પોલીસમાં લખાવાયું છે. દયાપર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer