મુંદરાના ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયે વિવિધ કાર્યક્રમો યોજાશે

મુંદરા, તા. 23 : તપગચ્છ જૈન સંઘ ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલય મધ્યે પૂ. સાધ્વીજી સિદ્ધિદર્શનાશ્રીજી મ.સા. આદિ ઠાણા-4ની નિશ્રામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. તા. 25/7ના જાહેર પ્રવચન, અષ્ટપ્રકારી પૂજા, બપોરના 3 વાગ્યે બાળકો માટેની શિબિર, તા. 26/7ના ચાતુર્માસિક વાંચન થનાર ગ્રંથ લલિતવિસ્તરાની અષ્ટપ્રકારી પૂજા, ત્યારબાદ ગ્રંથ વાંચન માટે પૂજ્ય મ.સા.ને ગ્રંથ વહોરાવવામાં આવશે. તા. 28/7ના બપોરના 3 કલાકે બહેનો માટે શિબિર વિષય : ઔચિત્ય ધર્મ, તા. 29/7ના પરમ પૂજ્ય જિનવિજયજી મ.સા.ની  સ્વર્ગારોહણતિથિ નિમિત્તે સવારના ગુણાનુવાદ, બપોરે પંચ કલ્યાણક પૂજા ભણાવવામાં આવશે તથા સમૂહ આયંબિલ કરવામાં આવશે, જેમાં ભાવિકો જોડાશે એમ તપગચ્છ જૈન સંઘના પ્રમુખ વિનોદભાઈ ફોફળિયાની યાદીમાં જણાવાયું છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer