થુમડીમાં જાહેરમાં બે ઊંટનો વધ કરાયો

થુમડીમાં જાહેરમાં બે ઊંટનો વધ કરાયો
નલિયા, તા. 21 : અબડાસાના અંતરિયાળ ગરડા વિસ્તારમાં થુમડી ગામે આજે સવારે જાહેરમાં ઊંટ જીવ બેનો વધ કરવામાં આવતાં વાયોર પોલીસ બનાવ સ્થળે?ધસી જઇ આઠ શખ્સ સામે ગુનો નોંધ્યો હતો. પોલીસ સાધનોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આજે બકરી ઇદ (કુર્બાની ઇદ) નિમિત્તે માંસની જયાફત માણવા ઊંટ જીવ બેનો વધા કરાયો હતો. આ હકીકતની વાયોર પોલીસને જાણ થતાં વાયોર પી.એસ.આઇ. મહાવીરસિંહ જાડેજા અને પોલીસ પાર્ટી બનાવ સ્થળે ધસી જતાં કત્લ કરાયેલા ઊંટના અંગોમાંથી માંસ એકઠું કરાઇ રહ્યું હતું. પોલીસ પાર્ટી આઠ જણને રંગે હાથ ઝડપી લીધા હતા. પ્રથમ દૃષ્ટિએ જ બે ઊંટોનો વધ થયો હોવાનું જણાઇ આવતાં વિવિધ કલમો હેઠળ આઠ જણ સામે ગુનો નોંધાયો છે, જેમાં જાફર આદમ સુમરા (થુમડી), હાજી હુશેન આધમ સુમરા (થુમડી), હાજી હસણ ઇસ્માઇલ સમા (વાગોઠ), આમદ કાસમ હાલેપોત્રા (નાની બેર), હનીફ જાકબ સુમરા (નાની બેર), નાથા મામદ અબડા (વાગોઠ), અલી હુશૈન ખલીફા (વાગોઠ), કાદર અલી ગજણ (ચરોપડી મોટી) સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. પી.એસ.આઇ. સાથે બનાવ સ્થળે એ.એસ.આઇ. રાજેશભાઇ જોષી, હે.કો. અશ્વિન ચૌધરી, મદરૂપભાઇ, કનકસિંહ વગેરે સાથે રહ્યા હતા. નલિયા સી.પી.આઇ. શ્રી લેઉઆએ વાયોર પોલીસ સ્ટેશનની મુલાકાત લઇ જરૂરી સૂચનાઓ આપી હતી. 

© 2022 Saurashtra Trust