મીઠી રોહર ખાતે પાંચ કિલો ગૌમાંસ પોલીસે ઝડપી પાડયો

ગાંધીધામ, તા. 21 : તાલુકાના મીઠી રોહર ગામે ગૌમાંસનો વેચાણ માટે રખાયેલો પાંચ કિલો જથ્થો પૂર્વ કચ્છ પાલીસના એ ડિવિઝન પોલીસ મથકે પકડી પાડયો હતો.પોલીસે આપેલી વિગતો મુજબ પાડવામાં આવેલા દરોડામાં નીઝુ ઉર્ફે નીઝાનુર ઉર્ફે નૂરમામદ અલી મુસ્લિમ શેખ (મીઠીરોહર) નામનો શખ્સ રખડતા-ભટકતા પશુઓની કતલ કરી ગૌમાંસનો વેપલો કરતો હોવાનું આ પ્રકરણમાં  બહાર આવ્યું છે.પોલીસે પાડેલા દરોડા સમયે આરોપી નૂરમામદ હાજર મળી આવ્યો નહોતો. પોલીસે પાંચ કિલો માંસનો જથ્થો કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer