ગાંધીધામમાં સ્પાના ઓઠા તળે દેહના વેપારના કારસ્તાનના મામલે ફોજદારી

ગાંધીધામ, તા. 21 : શહેરના હીરાલાલ પારેખ સર્કલ પાસે આવેલી ઓમ ટોકિઝની ઉપર સ્પાની આડમાં મહિલાઓ પાસેથી વેશ્યાવૃત્તિ કરાવતા ત્રણ લોકો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. શહેરના ઓમ સિને પ્લેક્સની ઉપર સ્પા ચલાવતા ભવિષ્યાબેન અમિત છતલાણી, અમિત છતલાણી તથા સંજય મહેતા વિરુદ્ધ આજે પોલીસ મથકે ફરિયાદ  નોંધાઇ હતી. મહારાષ્ટ્ર, મુંબઇની એક મહિલાએ આ ત્રણેય સામે ફરિયાદ કરી હતી. આરોપી મહિલાએ ભોગ બનનારનું શોષણ કરવાના હેતુથી તેને મકાન ભાડે આપી બાદમાં પોતાના સ્પા મસાજ પાર્લરમાં  મસાજ કરવા માટે કામે રાખી હતી. આ પાર્લરની આડમાં ભોગ બનનાર તથા અન્ય મહિલાઓ પાસેથી વેશ્યાવૃત્તિ કરાવાતી હતી જે માટે દરેક પાસેથી હપ્તા પેટે રૂા. 500 લઇ અને ગ્રાહકો જે પૈસા આપે તેમાંથી પણ અલગથી કમિશન લઇ લેવાતો હોવાનો ઉલ્લેખ ફરિયાદામં કરાયો હતો. આ મહિલાઓની મજબૂરીનો ફાયદો ઉપાડી તેમનું શારીરિક, જાતીય શોષણ કરાતું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આદિપુરમાં બાંગલાદેશી શખ્સ પકડાયો હતો અને બાદમાં સ્પા પાર્લર શંકાના દાયરામાં આવ્યા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer