ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે એનડીઆરએફની 1પ ટીમ તૈનાત

અમદાવાદ, તા. 21 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજ્યમાં વિરામ બાદ છેલ્લા બે દિવસથી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે, ત્યારે આગામી 23મી જુલાઇથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે. ત્યારે સાવચેતી રૂપે એન.ડી.આર.એફ. (એનડીઆરએફ) ની કુલ 15 ટીમમાંથી 8 ટીમો તહેનાત કરી દેવામાં આવી છે. જે પૈકી 1-વલસાડ, 1-સુરત, 1-નવસારી, 1-રાજકોટ, 1-ગીરસોમનાથ, 1- જુનાગઢ, 1-કચ્છ, 1-મોરબી ખાતે તૈનાત  કરવામાં આવી છે. જ્યારે 6- ટીમ વડોદરા અને એક ટીમ ગાંધીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવી છે.હવામાન વિભાગની આગાહીને ધ્યાને લઇ તે ઉપરાંતની એસ.ડી.આર.એફ.ની કુલ 11 ટીમ એલર્ટ રાખવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના છે તેવા તમામ જિલ્લાઓમાં જિલ્લા કલેકટર તથા સમગ્ર વહીવટી તંત્રને એલર્ટ રહેવા સુચના આ5વામાં આવી હતી. હવામાન ખાતાના અધિકારીએ જણાવ્યુ છે કે, ગત સપ્તાહે રાજયમાં સારો વરસાદ થયો છે. તા. 23 જુલાઇથી સમગ્ર રાજ્યમાં સારા વરસાદની સંભાવના છે. જેમાં સુરત, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. રાજ્યમાં અત્યારસુધીમાં સીઝનનો કુલ 204.94 મિમી એટલે સરેરાશ 24.64 ટકા વરસાદ નોંધાયો છે. બીજી બાજુ, મંગળવારે 21 જિલ્લાના 69 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં વડોદરામાં 2 કલાકમાં 2 અને બોડેલીમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. બોડેલીમાં અઢી ઇંચ વરસાદથી જાહેર રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer