ઓલિમ્પિક રમતોના આરંભે જાપાનની જીત

ફુકુશિમા, તા. 21 : એક વરસના વિલંબ બાદ શરૂ થઇ રહેલા ટોક્યો ઓલિમ્પિક્સ પૂર્વે યજમાન જાપાને ઓસ્ટ્રેલિયાને બુધવારે 8-1થી હાર આપી વિજયી પ્રારંભ કર્યો હતો. અમેરિકા સામે 2008માં જીતીને સુવર્ણચંદ્રક મેળવનાર 39 વર્ષીય પીચર યુકીકોયુએનોએ સોફટબોલ સંગ્રામ જીતવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.આજનો મુકાબલો મોટાભાગે ખાલી સ્ટેડિયમમાં રમાયો હતો. કોરોના મહામારી ધ્યાને લેતાં રમતરસિક સમુદાયને ઓલિમ્પિક્સમાં પ્રવેશથી બાકાત રખાયો હતો. જાપાનમાં મોટી સંખ્યામાં લોકોએ એવો સવાલ કર્યો છે કે દેશમાં રસીકરણનું સ્તર હજુ ઓછું છે ત્યારે શું ઓલિમ્પિકનું આયોજન કરવું જોઇએ ? 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer