કચ્છમાં હવે કોરોનાના ચાર જ દર્દી સારવાર હેઠળ

ભુજ, તા. 21 : મંગળવારે છ દિવસના વિરામ બાદ કોરોનાનો એક કેસ નોંધાયા પછી બુધવારે જિલ્લો ફરી કોરોના કેસ વિહોણો રહેતાં મળેલી મોટી રાહત વચ્ચે હવે કચ્છમાં કોરોનાના માત્ર ચાર જ સક્રિય કેસ બચ્યા છે. એટલે કે કચ્છ જિલ્લો કોરોના મુક્તિથી ચાર કદમ જ દૂર રહ્યો છે. નવો એકપણ કેસ ન નોંધાયો તેની સામે માંડવી તાલુકામાં બે દર્દી સાજા થતાં સ્વસ્થ થયેલા દર્દીઓની કુલ સંખ્યા 12477 તો જિલ્લામાં નોંધાયેલા કુલ પોઝિટિવ કેસનો આંક 12593 પર પહોંચ્યો છે. સતત છ દિવસ સુધી જિલ્લામાં કોરોના સંક્રમિતોનો આંક અસ્થિર રહ્યા બાદ મંગળવારે એક કેસ નોંધાતાં ક્ષણિક ચિંતા ફેલાઈ પણ બુધવારે ફરી કોરોના મુક્ત દિવસ રહેવા સાથે સક્રિય કેસમાં પણ ઘટાડો થતાં કચ્છ જિલ્લો હવે સંપૂર્ણ કોરોના મુક્ત થવા ભણી મક્કમ રીતે આગેકૂચ કરી રહ્યો છે. દરમિયાન બુધવારે જિલ્લામાં રસીકરણની કામગીરી બંધ રહેતાં રસી લેનારા લોકોની કુલ સંખ્યા 5.69 લાખે અટકેલી રહી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer