ધારાસભ્યના લોક દરબારમાં થોકબંધ પ્રશ્નો રજૂ

ધારાસભ્યના લોક દરબારમાં થોકબંધ પ્રશ્નો રજૂ
નલિયા, તા. 18 : અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના યોજાયેલા લોકદરબાર કાર્યક્રમમાં તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ખાસ કરીને માર્ગ, પાણી પુરવઠો, ડેમોનું મરંમત સહિતના થોકબંધ પ્રશ્નો રજૂ થયા હતા. તાલુકા પંચાયતમાં માજી પ્રમુખ મૂળરાજ ગઢવીએ સિંધોડી પિંગલેશ્વર માર્ગને સ્ટેટ અને પંચાયત બંને ખાતાંઓ લાગુ પડે છે. આ માર્ગ પર ઝાડી ઝાંખરાંઓ ઊગી નીકળતાં અકસ્માત થવાનો ભય વ્યકત કરી ઝાડી-ઝાંખરાં દૂર કરવા માગણી કરી હતી. ગરડા વિસ્તારના અગ્રણી અનુભા જાડેજાએ ઇન્દિરા અને સરદાર આવાસ યોજના હેઠળ મંજૂર થયેલાં મકાનોની સંખ્યા અપૂરતી હોઇ 170 મકાનો મંજૂર થયાં છે. આ કામમાં પ્રગતિ લાવવા માંગ કરી હતી. હાજી અલાના ભૂંગરે રામપર (અબડા) નજીક અબડાદાદા ડેમ?છેલ્લાં ત્રણ વર્ષથી તૂટી ગયો છે, જે રિપેર થાય તો ખેતીને લાભ થવાની શક્યતા હોતાં રિપેર કરવાની તેમજ છાડુરા ગામમાં અગ્રણીએ રોડ, રસ્તા, વીજળી, પાણી વિગેરેની વિવિધ માગણીઓ કરી હતી. અબડાસા તાલુકા વાયોર સીટના મહાવીરસિંહ જાડેજાએ એક કરોડની ગ્રાન્ટ વિવિધ રોડ, રસ્તા, પાણીનાં કામો માટે માગણી કરી હતી. સુખપરના અશોકપુરીએ લૈયારી, ઐડા રોડ વચ્ચે આવતો પુલિયો બનાવવા, અરજણપરના પ્રતિનિધિએ ગામના રોડ માટે નુંધાતડથી રામેશ્વર મંદિરનો એક કિ.મી.નો રોડ બનાવવા મહેશ ભાનુશાલીએ રજૂઆત કરી, તો કાનજીભાઇ ગઢવીએ સિંધોડી- વાંકુ રોડ તેમજ એ.પી.એમ.સી.ના બાંધકામમાં ઝડપ લાવવા માગણી કરી હતી. પ્રેમજીભાઇએ રોહા-કોટડા પાણી યોજનામાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરી તેની તપાસ કરવા સૂચનો કર્યાં હતાં. ધારાસભ્ય શ્રી જાડેજાએ  તમામ પ્રશ્નોનો તાત્કાલિક નિવેડો લાવવાની ખાતરી આપી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્યની સાથે તાલુકા ભાજપ મંત્રી અરવિંદભાઇ શાહ, જયદીપસિંહ જાડેજા, ચેતનભાઇ રાવલ, કચ્છ જિલ્લા યુવા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા વિ. ઉપરાંત સંગઠન પાંખના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer