ભુજમાં મેલેરિયા વિરોધી માસ અંતર્ગત થતી વિવિધ કામગીરી

ભુજમાં મેલેરિયા વિરોધી માસ અંતર્ગત થતી વિવિધ કામગીરી
ભુજ, તા. 18 : જૂન માસને મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે, જેમાં મેલેરિયા કે ડેન્ગ્યુ જેવા રોગો ન ફેલાય તેની તકેદારીરૂપે બાંધકામ ચાલતાં હોય ત્યાં ઘેર-ઘેર જઇને પોરાનાશક કામગીરી કરાય છે. આજે અર્બન હેલ્થના કર્મચારીઓ સાથે મેલેરિયા શાખાના કર્મચારીઓ દ્વારા શરદ બાગમાંથી તેમજ સર્વમંગલ આરોગ્યધામ ખાતે કુંડમાંથી, મુંદરા રોડ પર આવેલા મેહુલ પાર્ક પાસેનાં તળાવમાં ગંબુસિયા માછલીઓ નખાઇ હતી, જેથી વરસાદની સિઝનમાં જે શહેરમાં મોટી જગ્યાઓ પર પાણી ભરાઇ રહે તે જગ્યાએ માછલી મૂકી શકાય. માસના પહેલા તેમજ ત્રીજા શનિવારે ભુજ શહેરમાં ગ્રામ્ય વિસ્તારની ટીમો દ્વારા વાહકજન્ય રોગોનો સર્વે કરાય છે, જેના સુપરવાઇઝર આશિત શાહ, કીન્ચન પટેલ, શિવદત્તસિંહ ચૂડાસમા, ભરતભાઇ, આશિષભાઇ, મિલનભાઇ, અતુલભાઇ, નગરપાલિકાના મેલેરિયા શાખાના મદનભાઇ, કિશોર જોષી, જિજ્ઞેશ જેઠવા તેમજ રિટાયર્ડ કર્મચારી રાજેશ જેઠીએ કામગીરી કરી હતી. તાલુકા હેલ્થ ઓફિસના ડી. કે. ગાલા, ડો. વૈશાલીબેન, પ્રમુખ ઘનશ્યામભાઇ ઠક્કર, ચીફ ઓફિસર મનોજભાઇ સોલંકીનાં માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરાય છે. 

© 2022 Saurashtra Trust