ક્રીક કાંઠે સીમા સુરક્ષા દળે વધુ એક પેકેટ કબ્જે કર્યું

ક્રીક કાંઠે સીમા સુરક્ષા દળે વધુ એક પેકેટ કબ્જે કર્યું
ભુજ, તા. 18 : લાંબા સમયથી કચ્છના દુર્ગમ દરિયાઇ ક્રીક વિસ્તાર અને કાંઠાળ વિસ્તારમાંથી કેફી દ્રવ્યોના પેકેટ મળવાની સિલસિલો હજી વણથંભ્યો ચાલુ છે.  આજે સાંજના સમયે સીમા સુરક્ષા દળે સાંઘી સિમેન્ટ વિસ્તારની એક ક્રીકમાંથી શંકાસ્પદ પેકેટ બિનવારસુ કબ્જે કર્યું છે.  મળતા સંકેત મુજબ અગાઉ ઝડપાયેલા પેકેટ જેવા આ પેકેટમાં મોટાભાગે ચરસ હોઇ શકે છે એવું તારણ નીકળી રહ્યંy છે. સત્તાવાર વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ આજે સાંજે સાંઘી સિમેન્ટ વિસ્તાર નજીકની હાજી ઇબ્રાહિમ પીર ક્રીકમાં સીમા દળની ટુકડી પેટ્રાલિંગ કરી રહી હતી ત્યારે તેમને આ પેકેટ મળી આવ્યું હતું.  આ વિસ્તારમાં વધુ પેકેટ મળી આવે તેવા સંજોગો જોતાં સીમા દળ દ્વારા વ્યાપક શોધખોળ હાથ ધરાઇ હોવાનું જાણવા મળી રહ્યંy છે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer