બ્લેક ફંગસની સારવાર માટે એક દર્દી દાખલ

ભુજ, તા. 18 : કોરોના મહામારી ઘટી છે પણ હજુ ગઇ નથી, તેમ મ્યુકોરમાઇકોસીસના દર્દીઓ પણ હવે એકલદોકલ સારવાર માટે દાખલ થઇ રહ્યા છે. જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે આજે વધુ એક દર્દી કાળી ફંગસની સારવાર માટે દાખલ થયા છે. ગઇકાલે કાળી ફંગસના   ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન બાદની સારવાર લેતા પાંચ દર્દી પૈકી બે દાખલ છે, ત્રણ સ્વસ્થ થતાં રજા અપાઇ છે. જી.કે.માં અત્યાર સુધી દાખલ થયેલા 40 દર્દીમાંથી અગાઉના 9 બાદ વધુ એક દર્દી ગંભીર થતાં સારવાર હેતુ હાયર સેન્ટર મોકલાતાં આમ 25 ટકા દર્દીઓ ગંભીર બીમારીવાળા નોંધાયા છે. એ જ રીતે અગાઉ પાંચ દર્દી પોતાના જોખમે રજા લઇ ગયા હતા, તેમાં આજે વધુ એક દર્દીનો ઉમેરો થતાં છ દર્દી સ્વેચ્છાએ ગયા. આમ કુલ 16 દર્દી જી.કે.માંથી અન્યત્ર?સારવારાર્થે ગયા છે. 40માંથી 25 ટકા દર્દી સ્વસ્થ થયા છે, 14 દર્દી દાખલ હતા. તેમાંથી ત્રણ સ્વસ્થ થતાં અને એક રજા લઇ જતાં હવે 10 દર્દી દાખલ છે. ગઇકાલે બે ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા. 

© 2022 Saurashtra Trust