10 ખેલાડી પહેલીવાર ઓલિમ્પિકમાં રમશે

નવી દિલ્હી, તા. 18 : ટોકિયો ઓલિમ્પિકની ભારતની પુરુષ અને મહિલા હોકી ટીમ જાહેર થઇ છે. 16 ખેલાડીની પુરુષ ટીમમાં દસ એવા ખેલાડી છે જે પહેલીવાર ઓલિમ્પિક રમશે. ટીમમાં ઇજા બાદ લાંબા સમયે ડિફેન્ડર બીરેન્દ્ર લાકડાની વાપસી થઇ છે. પુરુષ હોકી ટીમમાં અનુભવી ગોલકીપર પી.આર. શ્રીજેશ, મિડફિલ્ડર મનપ્રીતસિંહ, ડિફેન્ડર હરમનપ્રીત, રૂપિન્દરપાલ, સુરેન્દ્રકુમાર અને ફોરવર્ડ મનદીપસિંહ સામેલ છે. જેઓ ઓલિમ્પિક રમી ચૂકયા છે. અનુભવી ખેલાડીઓ એસ. વી. સુનીલ, આકાશદીપ અને રમનદીપને ટીમમાં જગ્યા મળી નથી. ટીમના સુકાની તરીકે મનપ્રીતસિંહ યથાવત રહેશે. ભારતીય પુરુષ હોકી ટીમ ટોકિયો ઓલિમ્પિકમાં પૂલ એમાં છે. તેની સાથે ગત ચેમ્પિયન આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સ્પેન અને યજમાન જાપાન છે. ભારતે છેલ્લે 1980ના મોસ્કો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પુરુષ હોકી ટીમ : મનપ્રીતસિંહ (કેપ્ટન), પી.આર. શ્રીજેશ (ગોલકીપર), હરમનપ્રીતસિંહ, રૂપિન્દરપાલસિંહ, સુરેન્દ્રકુમાર, અમિત રોહિદાસ, બીરેન્દ્ર લાકડા, હાર્દિકસિંહ, વિવેક સાગર, નીલકાંત શર્મા, સુમિત, શમશેરસિંહ, દિલપ્રીતસિંહ, ગુરજંતસિંહ, લલિત ઉપાધ્યાય અને મનદીપસિંહ. ભારતીય મહિલા હોકી ટીમમાં આઠ ખેલાડી ઓલિમ્પિકમાં પહેલીવાર રમશે. ટીમમાં 8 ખેલાડી એવી છે કે તેઓ રિયો ઓલિમ્પિકમાં રમી ચૂકી છે. ટીમનું સુકાન સ્ટાર સ્ટ્રાઇકર રાની રામપાલ સંભાળશે. ભારતીય મહિલા હોકી ટીમ ઓલિમ્પિકમાં ત્રીજીવાર ભાગ લઇ રહી છે. આ પહેલાં 1980 અને પછી 2016ના ઓલિમ્પિકમાં કવોલિફાય થઇ હતી. મહિલા હોકી ટીમ : રાની રામપાલ (કેપ્ટન), સવિતા (ગોલકીપર), દીપ ગ્રેસ એક્કા, નિક્કી પ્રધાન, ગુરજીત કૌર, ઉદિતા, નિશા, નેહા, સુશીલા ચાનૂ, પુખરામ્બામ, મોનિકા, નવજોત કૌર, સલીમા ટેટે, નવનીત કૌર, લાલરેમસિયામી, વંદના કટારિયા અને શર્મિલા દેવી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer