સામખિયાળી નજીક અજાણ્યા વાહન હડફેટે રેલવે કર્મચારીનું મોત

રાપર, તા. 18 : તાલુકાના સામખિયાળી નજીક હિટ એન્ડ રનના બનાવમાં રેલવે કર્મચારી ચંદનસિંહ અમરેન્દ્ર નારાયણસિંહનું ગંભીર ઈજાઓથી તત્કાળ મોત નીપજ્યું હતું. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી બનાવ અંગે મળતી પ્રાથમિક વિગતો મુજબ સામખિયાળી નજીક ઈલેક્ટ્રોથર્મ કંપની પાસે માર્ગ અકસ્માતનો આ બનાવ  આજે બપોરના અરસામાં બન્યો હતો. હતભાગી યુવાન પોતાની બાઈકથી  કોઈ કામ માટે ભચાઉ જવા નીકળ્યો હતો. આ દરમ્યાન પૂરપાટ ઝડપે આવતા વાહને તેની બાઈકને હડફેટે લીધી હતી. વાહનચાલક અકસ્માત સર્જી નાસી ગયો હતો.યુવાનને માથા સહિતના ભાગમાં ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતાં સારવાર મળે તે પૂર્વે ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસને જાણ થતાં ઘટના સ્થળે જઈ તપાસ આદરી હતી. આ બનાવ અંગે ફરિયાદ નોંધવાની તજવીજ  સામખિયાળી પોલીસે હાથ ધરી છે. હતભાગી યુવાન સામખિયાળી રેલવે સ્ટેશન ખાતે ફરજ  બજાવતો હતો. અકસ્માતના આ બનાવના પગલે રેલવે કર્મચારીઓમાં શોકની લાગણી પ્રસરી છે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer