કંડલામાં ચોરીની કોશિશ કરનાર ચારની ધરપકડ

ગાંધીધામ, તા. 18 : કંડલામાં આવેલા આઈ.ઓ.સી. એલ.ના એલ.પી.જી. એકમમાં ચોરીના પ્રયાસનાં પ્રકરણમાં કંડલા પોલીસે ચાર શખ્સની ધરપકડ કરી હતી.આઈ.ઓ.સી.એલ.ના એલ.પી.જી.પ્લાન્ટમાં રેલવે ફાટક પાસેથી  દીવાલ કુદીને કેટલાક શખ્સોએ  ખુલ્લાંમાં પડેલા લોખંડનો સરસામાન  અને કેબલની ચોરીનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ કંડલા પોલીસ ચોપડે નોંધાયો હતો. કંડલા પોલીસે  આ પ્રકરણમાં  મુસ્તાક અયુબ સોતા, ગફુર અયુબ ગંઢ, હનીફ અબલા છરેચા, અબ્દુલ આમદ સાયચાની ધરપકડ કરી હતી. આ કામગીરીમાં 5ાઁલીસ ઈન્સ્પેકટર એ. જી. સોલંકીનાં નેતૃત્વમાં સ્ટાફગણ જોડાયો હતો.  

© 2022 Saurashtra Trust