બાળ અશ્લીલ વીડિયો અંગે ગાંધીધામના કિશોરનો મોબાઈલ ફોન જપ્ત થયો

ગાંધીધામ, તા. 18 : તાલુકાના ગળપાદર હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા એક કિશોર વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી તેનો મોબાઈલ જપ્ત કર્યો હતો. શહેરનાં એ ડિવિઝન પોલીસ મથકે ભુજ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાંથી ટીપલાઈન આવી હતી. જેના આધારે ગળપાદર હાઉસિંગ બોર્ડ?વિસ્તારમાં રહેતા 17 વર્ષીય એક કિશોરને પોલીસ મથકે બોલાવાયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, વિદ્યાર્થી એવા આ કિશોરે ગત તા. 6/6/2020ના સોશિયલ મીડિયા ઉપર બાળ અશ્લીલ વીડિયો અપલોડ કર્યો હતો. તેની પાસે રહેલા મોબાઈલની તપાસ કરાતાં આવો બાળ અશ્લીલ વીડિયો મળી આવ્યો ન હતો. તેમજ આ કિશોર કોઈ સંતોષકારક જવાબ ન આપી શકતાં તેનો મોબાઈલ જપ્ત કરી તેને એફ.એસ.એલ.માં મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer