નંદગામમાં પતિ અને સાસુએ પરિણીતાને ફિનાઈલ પીવડાવ્યું

રાપર, તા. 18 : ભચાઉ તાલુકાના નંદગામમાં પતિ અને સાસુએ પરિણીતાને માર મારી ફિનાઈલ પીવડાવ્યું હોવાની ઘટના બહાર આવતાં ચકચાર પ્રસરી છે. ભચાઉ પોલીસ મથકે  તબીબ દ્વારા કરવામાં આવેલી જાણવાજોગ નોંધ પ્રમાણે આ બનાવ   ગત તા. 17ના મોડી રાત્રિના અરસામાં નંદગામમાં બન્યો હતો. ભોગ બનનાર કલ્પનાબેન કટારિયાને રાત્રિના અરસામાં પતિ રમેશભાઈ અને સાસુ રાંભઈબેને ગડદાપાટુનો માર મારી ફિનાઈલ પીવડાવ્યું હતું.  મોડી રાત્રિના પરિણીતાની  પુત્રી સારવાર માટે ભચાઉ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગઈ હતી. ભચાઉ પોલીસ મથકે જાણવાજોગ નોંધ કરી તપાસ હાથ ધરી છે. બનાવની પ્રાથમિક તપાસ પી.એસ.આઈ. શ્રી મકવાણા ચલાવી રહ્યા છે.  ફરિયાદ નોંધવાની તજવીજ ચાલુ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer