જવાહરનગર પાસેથી ચોરાઉ બેટરી સાથે શખ્સ ઝડપાયો

ગાંધીધામ, તા. 18 : તાલુકાના જવાહરનગર પુલિયા નીચેથી એક શખ્સ પાસેથી પોલીસે રૂા. 1,80,000ની 12 બેટરી જપ્ત કરી હતી. શહેરની એ-ડિવિઝન પોલીસે ભંગારના વાડાઓની તપાસ કરવા અંગે ડ્રાઈવ રાખી હતી, તે દરમ્યાન જવાહરનગર પુલિયા નીચે આવેલા ભંગારના વાડાની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ વાડામાંથી ચોરી કે છળકપટથી મેળવાયેલી મોબાઈલ ટાવરની 12 બેટરી કિંમત રૂા. 1,80,000વાળી મળી આવી હતી. જે અંગે આધાર-પુરાવા મગાતાં તે ન આપી શકતાં શૈલેશ માવજી માલીને પકડી પાડવામાં આવ્યો હતો. આ બેટરી તેને કોણ આપી ગયું તે સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. આ શહેર અને સંકુલમાં હજુ આવા અનેક ભંગારના વાડા આવેલા છે, જ્યાં પોલીસ નીતિમત્તાથી તપાસ હાથ ધરે તો અનેક નવા પ્રકરણો બહાર આવે તેમ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer