માંડવીની શાળાના 100 છાત્રોને છ મહિના સુધી રાશનકિટ અપાશે

માંડવી, તા. 18 : શહેરના બંદર રોડ પર આવેલી ગલ્ફાનભાઇ દામાણી પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8માં અભ્યાસ કરતા જરૂરતમંદ વિદ્યાર્થીઓને દાતા જયાદેવી મૂળશંકર જોશી, ચેરિટેબલ ટ્રસ્ટ અમેરિકા (હસ્તે શૈલેન્દ્રભાઇ જોશી) તરફથી છ માસ સુધી રાશન કિટ અપાઇ હતી. પાંચ મહિના સુધી દર માસે 50 વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ 200 રૂપિયાની રાશનકિટ આપીને 50 હજારની રાશન કિટનું વિતરણ કરાયું હતું. પાંચ માસ બાદ હવે જૂન-2021થી નવેમ્બર-2021 દર માસે જરૂરતમંદ 100 વિદ્યાર્થીઓને 200 રૂપિયાની રાશનકિટ આપવામાં આવશે. આમ, દર મહિને 20 હજાર લેખે કુલ 6 મહિનામાં કુલ એક લાખ, વીસ હજાર રૂપિયાની કિટ આપવામાં આવનારી હોવાનું રાષ્ટ્રીય એવોર્ડ શિક્ષક દિનેશભાઇ શાહે જણાવ્યું છે. દાતા  તરફથી આ શાળાના વિદ્યાર્થીઓને મફત રીતે શૈક્ષણિક પ્રવાસ પણ કરાવવામાં આવે છે. વિતરણ કરવા શાળાના આચાર્યો દતાબેન કે. શાહ, શાળાના પૂર્વ આચાર્ય જીતુભાઇ સોની, શાળાના સ્ટાફના ઉષાબેન સોલંકી, લીનાબેન જોશી, મનિષાબેન ડાભી, વિમલભાઇ રામાનુજ તથા પ્રકાશભાઇ જહેમત ઉઠાવી રહ્યા છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer