- તો સી પ્લેન કંડલા-માંડવીના દરિયે ઊતરશે

- તો સી પ્લેન કંડલા-માંડવીના દરિયે ઊતરશે
ગાંધીધામ, તા. 16 : ભારતના આંતરિક ક્ષેત્રમાં સી પ્લેન સેવાના વિસ્તાર અર્થે આજે કેન્દ્રીય શિપિંગ મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય વચ્ચે મહત્ત્વના એમ.ઓ.યુ. ઉપર હસ્તાક્ષર થયા હતા. જો ઝડપથી તેનું અમલીકરણ થશે તો સી પ્લેન કચ્છના કંડલા અને માંડવીના દરિયામાં ઊતરશે. કેન્દ્રીય જહાજ, બંદરો અને જળમાર્ગ મંત્રાલયના રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) મનસુખભાઇ માંડવિયા અને નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંઘ પુરીની ઉપસ્થિતિમાં આ કરાર ઉપર હસ્તાક્ષર થયા હતા. એમ.ઓ.યુ.ને દેશમાં સી પ્લેન સેવાને હકીકતમાં સાકાર કરવાની દિશામાં અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાવાઇ રહ્યું છે. આરસીએસ-ઉડાન યોજના હેઠળ ભારતીય ક્ષેત્રમાં સી પ્લેનની શિડયુલ કે નોનશિડયુલ ઉડાન હાથ?ધરાશે. આ માટે એક સંકલન સમિતિનું નિર્માણ થશે જેમાં નાગરિક ઉડ્ડયન, શિપિંગ મંત્રાલય તથા પર્યટન મંત્રાલયના પ્રતિનિધિ સામેલ હશે. આ સમિતિ દેશમાં સી પ્લેન સેવા માટેના યોગ્ય સ્થળો નિર્ધારિત કરશે. શિપિંગ મંત્રાલય આવાં સ્થળે યોગ્ય માળખાંકીય સગવડો ઊભી કરવી, જરૂરી મંજૂરીઓ અપાવવી વગેરે કાર્ય કરશે.  સી પ્લેન વિમાની સેવા ચલાવવા ટેન્ડર પ્રક્રિયા દ્વારા સંચાલક કંપનીઓ નક્કી કરશે. આ સેવા ઉડાન યોજના તળે સંચાલિત થશે.નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંઘ?પુરીએ કહ્યું હતું કે, આ સેવાને લઇને હવે દેશમાં નવા વોટર એરોડ્રોમ ઊભા થશે, જે દેશને નવા જ પ્રકારની પર્યટન સેવા પૂરી પાડશે. અલબત્ત, દિલ્હીથી ટ્વિટર મારફતે જારી માહિતીમાં કચ્છના કંડલા-માંડવીનો કોઇ?ઉલ્લેખ નથી પરંતુ સાગરમાલા યોજના હેઠળ જો સી પ્લેન વિકસિત થશે તો આ બાબત ચોક્કસ શક્ય બનશે એવો સંબંધિતો વિશ્વાસ દર્શાવે છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer