કુનરિયાનો પ્રૌઢ શખ્સ દેશી બંદૂક સાથે ઝડપાયો

કુનરિયાનો પ્રૌઢ શખ્સ દેશી બંદૂક સાથે ઝડપાયો
ભુજ, તા. 16 : તાલુકાના કુનરિયા ગામના 50 વર્ષની વયના જખુ બુઢા કોળીને ગેરકાયદેસર દેશી બંદુક સાથે ઝડપી પાડી તેની સામે હથિયાર ધારા તળે ગુનો દાખલ કરાયો હતો. પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે આ કાયદાકીય કાર્યવાહી કરી હતી. આરોપી જખુ પાસેથી બંદુક કબ્જે કરાઇ હતી. આ પછી તેની સામે ભુજ બી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવાયો હતો. એસ.ઓ.જી.ના કાર્યકારી ઇન્સ્પેકટરના માર્ગદર્શન તળે સ્ટાફના ઘનશ્યામાસિંહ જાડેજા, મદનાસિંહ જાડેજા, નરેન્દ્રાસિંહ ઝાલા, રઝાક સોતા, ચેતનાસિંહ જાડેજા, ગોપાલ ગઢવી વગેરે કાર્યવાહીમાં જોડાયા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer