ભુજમાં ક્રિકેટ રમવા માટેની સિમેન્ટની પીચ ઉપર ઊભી આંકડા લેતા પકડાયો

ભુજમાં ક્રિકેટ રમવા માટેની સિમેન્ટની પીચ ઉપર ઊભી આંકડા લેતા પકડાયો
ભુજ, તા. 16 : શહેરમાં પાટવાડી નાકા બહાર ખારસરા મેદાન ખાતે ક્રિકેટ રમવા માટેની સિમેન્ટની પીચ ઉપર ઊભા રહીને આંકડાનું બાકિંગ લેતા ઇસ્માઇલ ઉર્ફે સદામ ઇકબાલ સુમરાને પોલીસે ઝડપી પાડી તેની સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી પાસેથી રૂા. 3360 રોકડા અને આંકડાને સંલગ્ન સાહિત્ય કબ્જે કરાયું હતું. આરોપીની પૂછતાછમાં તે કાટિંગ સંજોગનગરમાં રહેતા જાકિર ઉર્ફે ટીયાને આપતો હોવાની તેણે કેફિયત આપી હતી. બન્ને સામે એ-ડિવિઝનમાં ગુનો દાખલ કરાવાયો હતો.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer