સારસ્વત જ્ઞાતિના મુખપત્રનું વિમોચન

સારસ્વત જ્ઞાતિના મુખપત્રનું વિમોચન
ભુજ, તા. 16 : સારસ્વત બ્રાહ્મણ સેવા સંસ્થાન-કચ્છ દ્વારા પ્રકાશિત `િદવ્ય સારસ્વત'ના પ્રથમ અંકનું વિમોચન સારસ્વત વાડી - ભુજ ખાતે આમંત્રિતોની ઉપસ્થિતિમાં અને સારસ્વત બ્રાહ્મણ?મહાસ્થાનના પ્રમુખ જગદીશભાઇ ધોલીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટીઓ અને આમંત્રિતોએ દીપ પ્રાગટય બાદ મહેમાનોનું સ્વાગત સંસ્થાના મહામંત્રી અને `િદવ્ય સારસ્વત'ના સહતંત્રી કિરીટભાઇ ચાબડે કર્યું હતું. સંસ્થાના પ્રમુખ અને `િદવ્ય સારસ્વત'ના તંત્રી લાભશંકરભાઇ બોડાએ અંકની માહિતી આપી હતી અને આગામી અંકોની રૂપરેખા અંગે છણાવટ કરી હતી. સંપાદક ગિરીશ લાલજી જોશીએ વકતવ્યમાં જ્ઞાતિના આવા પ્રસિદ્ધ થતા લેખિત અંકોની મહત્ત્વતા સમજાવી હતી. તાજેતરમાં ભુજ નગરપાલિકામાં નગરસેવિકા તરીકે ચૂંટાયેલા રસીલાબેન પંડયાનું સન્માન કરવામાં આવ્યું હતું. તેઓએ પોતાના પ્રતિભાવમાં મહિલા સશકિતકરણ પર ભાર મૂક્યો હતો અને ખાતરી આપતાં જણાવ્યું હતું કે, જે ક્ષેત્રમાં તેઓ ચૂંટાઇ આવ્યા છે, તેના માધ્યમથી સમાજને મદદરૂપ થવા કટિબદ્ધ છે. કોરોનાકાળ દરમ્યાન જે જ્ઞાતિજનો અંતગતિ પામ્યા છે તેમના આત્માની શાંતિ માટે મૌન પાળી શ્રદ્ધાંજલિ અપાઇ?હતી. ઉપસ્થિત પ્રતાપ મારાજ, ડો. શૈલેશ ચંડીચઠ્ઠ, શંભુભાઇ જોશી વિગેરેએ અભિનંદન આપ્યા હતા. અધ્યક્ષસ્થાનેથી શ્રી ધોલીએ જ્ઞાતિના મુખપત્ર `િદવ્ય સારસ્વત'ના પ્રથમ અંક પ્રકાશિત થયા બદલ ખુશી વ્યકત કરી હતી અને આ ભગીરથ કાર્યમાં  પોતાના સાથ અને સહકારની ખાતરી આપી હતી તથા પ્રકાશન સમિતિને અભિનંદન આપ્યા હતા. જનક જેઠા, યુવક સંઘના પ્રમુખ નીલેશ શિવ, વિશાલ ચઠ્ઠમંધરા વિગેરે હાજર રહ્યા હતા. આભારવિધિ સહસંપાદક નીલ કનૈયાએ કરી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer