રાપરમાં 25 લાખના ખર્ચે થનારા વિકાસ કામોનો આરંભ કરાયો

રાપરમાં 25 લાખના ખર્ચે થનારા વિકાસ કામોનો આરંભ કરાયો
રાપર, તા. 16 : કોરોનાની બીજી લહેર નબળી પડતા સ્થાનિક સ્વરાજયની સંસ્થામાં વિકાસ કામોનો આરંભ થયો છે. તાજેતરમાં રાપર નગરપાલિકા દ્વારા વિવેકાધિન ગ્રાન્ટમાંથી હાથ ધરાનારા વિવિધ વિકાસ કામોનું  ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. સુઘરાઈ પ્રમુખ અમૃતબેન વાવીયાના હસ્તે કામોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. વર્ષ 2020-21ની વિવેકાધીન ગ્રાન્ટમાંથી રૂ. 25 લાખના ખર્ચે નગાસર તળાવ પાસે આવેલા નક્ષત્ર વનમાં વૃક્ષોનું વાવેતર, તેમજ સુધારણાના કામ હાથ ધરાશે. આ ઉપરાંત સેનીટેશન સાઈડ ખાતે સી.સી રોડ, અને કોળી સમાજના સ્મશાનમાં દિવાલનું કામ,અનુસુચીત જાતી સમાજના નવાપરા અને સરભંગીની ધાર સ્થિત સ્મશાનમાં દિવાલના બાંધકામ સહીતના કામો હાથ ઉપર લેવાયા છે. આ વેળાએ વાલજીભાઈ વાવીયા,  ભીખુભા સોઢા, રામજીભાઈ પીરાણા, નિલેશ માલી, પુર્વ પ્રમુખ અને સુધરાઈ સભ્ય પ્રવિણભાઈ ઠક્કર, બાંધકામ સમિતિના ચેરમેન મુરજીભાઈ પરમાર, શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની, મહામંત્રી લાલજીભાઈ કારોત્રા, મેહુલભાઈ જોશી, બળદેવ ગામોટ, દેવુભા વાઘેલા, જૈન જાગૃતિના પ્રમુખ વિનોદ દોશી, વિશ્વ હીન્દુ પરિષદના આગેવાન દિનેશ સોની , વેપારી આગેવાન ભાવેશ ઠક્કર, મુંબઈ ભાજપના હિતેશ ગામી, વગેરે હાજર રહ્યા હતાં. આ વેળાએ જૈન જાગૃતિ ટ્રસ્ટ દ્વારા નક્ષત્ર વનને 150 ઔષધી વૃક્ષો આપવાની જાહેરાત કરવામાં આવી હતી.   

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer