જિનાલય પર લહેરાતી ધર્મધજા પરમાત્માના દર્શન કરાવે છે

જિનાલય પર લહેરાતી ધર્મધજા પરમાત્માના દર્શન કરાવે છે
મુંદરા, તા. 16 : આચાર્ય દેવ વિજય કલાપૂર્ણસૂરિશ્વરજી મ.સા. તથા પ.પૂ. આચાર્યદેવ વિજય કલાપ્રભસૂરિશ્વરજી મ.સા.ની દિવ્ય કૃપા તેમજ ગચ્છાધિપતિ આચાર્યદેવ જિનકીર્તિશ્રીજી તથા સા. જિનપ્રિયાશ્રીજી મ.સા.ની નિશ્રામાં વાંકી જૈન તીર્થની 32મી વર્ષગાંઠની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.પૂજારી મનસુખલાલ ગોર તથા કેતન ગોરે સતરભેદી પૂજન ભણાવ્યું હતું. શુભ મુહૂર્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ફેસબુક પર જીવંત પ્રસારણથી કચ્છ તથા મુંબઈવાસીઓએ દર્શનનો લહાવો લીધો હતો. જિનાલય પર લહેરાતી ધર્મની ધજા પરમાત્માના દર્શન કરાવે છે. સાક્ષાતનો અનુભવ થાય છે. ધજાના જે પૂજન, દર્શન કરે છે તે ભાગ્યશાળી છે તેવા આશીર્વચન આપતાં જણાવાયું હતું. કોરોનાકાળના કારણે વાંકી જૈન સંઘ તથા ટ્રસ્ટીગણની અનુપસ્થિતિમાં સ્ટાફગણ તથા ગામના મહાનુભાવોએ હાજરી આપી મહોત્સવ ઉજવ્યો હતો. દેરાસરને સુશોભિત કરવામાં આવ્યું હતું તથા ભગવાન મહાવીર સ્વામીની આંગી કરવામાં આવી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer