જંગી પાબુદાદાના મંદિર સુધી 22 લાખના ખર્ચે પાણીની સુવિધા

જંગી પાબુદાદાના મંદિર સુધી 22 લાખના ખર્ચે પાણીની સુવિધા
ભચાઉ, તા. 16 : તાલુકાના જંગી ગામે વીડીવાળા પાબુદાદા મંદિર સુધી ગુજરાત રાજ્ય સરકાર પાણી પુરવઠા બોર્ડ દ્વારા પીવાનાં પાણીની લાઇન તેમજ સ્ટોરેજ ટાંકા રૂા. 21.99 લાખના ખર્ચથી નિર્માણ થનારા હોવાથી ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, જંગી અખાડાના મહંત વેલજીડાડાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અરજણભાઇ રબારી-ભુવા, જનકસિંહ જાડેજા, રણછોડભાઇ આહીર, વાઘજીભાઇ છાંગા, ગોકરભાઇ પટેલ, ભરતસિંહ જાડેજા જોડાયા હતા. જિલ્લા ભાજપના મંત્રી વિકાસ રાજગોરે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, આ પાણી યોજનાના કારણે જંગલ મંગલ બનશે. સાથે અનેક પશુ-પક્ષીઓ, માનવની પાણી તરસ છીપશે. આ અવસરે પરાક્રમસિંહ જાડેજા, કૃષ્ણપાલસિંહ, વસરામભાઇ સોલંકી, મહેશભાઇ સોનારા, ભીખાભાઇ રબારી, દેવશીભાઇ રબારી તેમજ આજુબાજુના વિસ્તારમાં ગ્રામજનો, સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. આભારદર્શન ભરતભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer