બેસ્ટ આઉટ ઓફ વેસ્ટની થીમ પર બાળકોએ કળા રજૂ કરી

બેસ્ટ આઉટ ઓફ વેસ્ટની થીમ પર બાળકોએ કળા રજૂ કરી
કેરા, તા. 16 : અનિશ્ચિતતાઓથી ભરેલા સમયમાં અણગમતા અભિપ્રાયો અને નિરાશાઓની વચ્ચે બધા જ રંગો ઊડી ગયા છે. આ પરિસ્થિતિમાં બાળકોમાં રહેલી સર્જનાત્મકતા અને સૌંદર્યની અભિવ્યક્તિને પ્રોત્સાહિત કરવા માટે આગાખાન એજ્યુકેશન સર્વિસ, ઈન્ડિયા સંચાલિત આગાખાન પ્રિસ્કૂલ કેરા ખાતે તા. 15 એપ્રિલથી વિશ્વ કલા દિવસની ઉજવણી કરાઈ હતી. આગાખાન પ્રિસ્કૂલ હાલમાં જ ભારતની `મોસ્ટ રિસ્પેકટેડ અર્લી ચાઈલ્ડહૂડ એજ્યુકેશન બ્રાન્ડ' તરીકે ઉચ્ચ ક્રમાંક તથા નેચર ફ્રેન્ડલી પ્રિસ્કૂલ', `રીડિંગ કલ્ચર', `આઉટસ્ટેન્ડિંગ લીડરશિપ', `કેમ્પસ ડિઝાઈન એક્સીલેન્સ', `ફયુચર રેડી પ્રિસ્કૂલ' તેમજ `બેસ્ટ ટીચિંગ લર્નિંગરી સોર્સીસ' વિ. કેટેગરીમાં સમગ્ર રાજ્યમાં ઉચ્ચ ક્રમાંક હાસલ કર્યું છે. વિશ્વ કલા દિવસની ઉજવણીએ બાળકો અને તેમના વાલીઓ માટે સ્પર્ધા યોજાઈ હતી.સ્પર્ધાની થીમ `બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ' રખાઈ હતી. વિદ્યાર્થિની અનાયા ખોજાના માતા મુનીરા ખોજાએ જણાવ્યું હતું કે `આ પ્રકારના મંચ બાળકમાં રહેલા કલાકારને બહાર લાવવા માટે મદદરૂપ થાય છે.' સ્કૂલની મેનેજમેન્ટ કમિટીના ચેરમેન મોહસીનભાઈ મોરાણીએ જણાવ્યું કે આવી પ્રવૃત્તિઓ બાળક અને વાલી વચ્ચેના સંબંધ માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer