બદતર હાલતમાં પડેલાં ઓપન એર થિયેટરને અદ્યતન બનાવવા માંગ

બદતર હાલતમાં પડેલાં ઓપન એર થિયેટરને અદ્યતન બનાવવા માંગ
ભુજ, તા. 16 : શહેરનાં કલાકારો તથા કલા સંસ્થાઓના પ્રતિનિધિઓએ આજે ભુજના નગરપતિ તેમજ ચીફ ઓફિસરને મળીને ફરી એક વખત આવેદન આપી ઓપન એર થિયેટરને અદ્યતન બનાવી કલાકારોને કલા પ્રદર્શિત કરવા અનુરૂપ બનાવી આપવા અનુરોધ કરવા પહોંચ્યા હતા. જો કે, નગરપતિ અને મુખ્ય અધિકારી અન્ય રોકાયેલા હોવાથી તેમને રૂબરૂ મળી શક્યા ન હતા અને નગરપાલિકાના હેડક્લાર્કને આવેદનપત્ર સુપરત કર્યું હતું. લગભગ સાત મહિના પહેલાં પણ આ અંગે નગરપાલિકાને આવેદનપત્ર અપાયું હતું, પણ આજેપણ ઓપન એર થિયેટર ગોડાઉનની સ્થિતિમાં જ પડેલું છે. તેને વહેલી તકે અદ્યતન બનાવી આપવા રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્ર આપવામાં સપ્તરંગ સંસ્થાના ઝવેરીલાલ સોનેજી, જગદીશ ભટ્ટ, સાનિધ્ય સંસ્થાના પંકજ ઝાલા, નયન રાણા, સંસ્કાર ભારતીના આશુતોષ મહેતા, આર્ટિસ્ટ એસો.ના શૈલેષ જાની, કચ્છ ફિલ્મ સોસાયટીના અનિરુદ્ધસિંહ ગોહિલ વિ. હાજર રહ્યા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer