કોરોનાના લીધે અટકેલાં કામોને પાટે ચડાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કરાયું

ભુજ, તા. 16 : કોરોનાનો કહેર હળવો પડતાં વહીવટી કામગીરી પાટે ચડી રહી છે ત્યારે જિલ્લાતંત્ર દ્વારા?કોરોના સંલગ્ન કામગીરી કરવા સાથે અન્ય કાર્યો તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.કોરોનાને કારણે વિવિધ કાર્યોના ખોરવાયેલા શિડયુઅલને પાટે ચડાવી બનતી ત્વરાએ આ કામો નિર્ધારિત લક્ષ્યાંક મુજબ આગળ ધપે તેવી મથામણ તંત્રવાહકો દ્વારા કરવામાં આવી રહી છે.એકતરફ સરહદી વિસ્તાર વિકાસ, એટીવીટી, આયોજન, વિકાસશીલ તાલુકો, ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન સહિત અન્ય યોજનાના કાર્યો, ભાવિ આયોજનો કોરોનાએ ખોરવી નાખ્યા બાદ હવે જ્યારે સંક્રમણ હળવું પડી રહ્યું છે ત્યારે કોરોનાલક્ષી કામગીરીનો ભાર હળવો થતાં તંત્રવાહકોએ સમયાંતરે બેઠકો યોજી વર્તમાનમાં ચાલતા કામોની સમીક્ષા કરવા સાથે દરખાસ્ત કરાયેલા કામોને મંજૂરી આપવા સહિતની વહીવટી પ્રક્રિયા હાથ?ધરી ગતિશીલતા લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો કે, આ બધા વચ્ચે કોરોનાની સંભવિત ત્રીજી લહેરના સામના માટે રાજ્ય સરકારે જારી કરેલા એક્શન પ્લાનનો જિલ્લામાં યોગ્ય રીતે અમલ થાય તે માટે પણ તબક્કાવાર સમીક્ષા કરવાનો ધમધમાટે જારી રખાયો છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer