ન્યુઝીલેન્ડના છ ખેલાડીએ બાયો બબલનો ભંગ કર્યો ?

નવી દિલ્હી, તા.16: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સાઉથમ્પટન ખાતે શુક્રવારથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઇનલ મુકાબલો રમાવાનો છે. એ પહેલા આજે એક વિવાદ સામે આવ્યો છે. એક વેબસાઇના અહેવાલ અનુસાર ન્યુઝીલેન્ડના કેટલાક ખેલાડીએ બાયો બબલના નિયમ તોડયા છે. આ ખેલાડીઓ બાયો બબલમાંથી બહાર આવીને આજે સવારે ગોલ્ફ રમવા ગયા હતા તેવો તેમના પર આરોપ છે. આ મામલે બીસીસીઆઇએ આઇસીસી સમક્ષ ફરિયાદ કરશે તેવું પણ જાણવા મળે છે. જો કે હજુ સુધી બીસીસીઆઇ તરફથી કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી. અહેવાલમાં દાવો થયો છે કે ન્યુઝીલેન્ડના ખેલાડીઓ ટ્રેંટ બોલ્ટ, ટિમ સાઉધી, હેનરી નિકોલ્સ, મિશેલ સેંટનર, ડેરિલ મિશેલ અને ફિઝિયો ટોમી સિમસેક સવારે ગોલ્ફ રમવા ગયા હતા. આમાંથી સેંટનર, મિશેલ ફાઇનલની ટીમમાં સામેલ નથી. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે કોરોના પ્રોટોકોલ અનુસાર બાયો બબલની બહાર જનાર ખેલાડી ટીમની બહાર થઇ જાય છે. આ બારામાં ન્યુઝીલેન્ડની ટીમના પ્રવકતાએ બચાવમાં કહ્યંy છે કે ગોલ્ફ કોર્સ હોટેલ પરિસરમાં જ છે. આથી બાયો બબલનો ભંગ ન ગણાય. જ્યારે બીસીસીઆઇના એક અધિકારીએ કહ્યંy કે અમે આ મામલો આઇસીસી સમક્ષ રાખશું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer