રોનાલ્ડોએ પ્રેસ કોન્ફરન્સમાં કોકની બોટલ હટાવીને કંપનીને 29 હજાર કરોડનો ફટકો

બુડાપોસ્ટ, તા.16: પોર્ટૂગલના ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના દુનિયાભરમાં કરોડો ચાહકો છે. ચાહકો તેની રમતના દીવાના છે અને તેને અનુસરે છે. યૂરો કપના ગઇકાલના મેચ બાદની પત્રકાર પરિષદ દરમિયાન રોનાલ્ડોની હરકત વિશ્વભરમાં ચર્ચાસ્પદ બની છે. પ્રેસ કોન્ફરન્સના ટેબલ પર કોકો-કોલાની બે બોટલ રાખવામાં આવી હતી. જે રોનાલ્ડને ગમ્યું ન હતું. તેણે કોકની બન્ને બોટલ હટાવી અને પાણીની બોટલ તે સ્થાને રાખી દીધી. સાથોસાથ એવો ઇશારો પણ કર્યો કે સોફ્ટ ડ્રિંકસના બદલે પાણી પીવું જોઇએ. આ સમયે પોર્ટૂગલના મેનેજર ફર્નાન્ડો સંતોષ પણ ત્યાં હાજર હતા. જો કે તેમણે ટેબલ પરની કોકા-કોલાની બોટલ હટાવી ન હતી. ફિટનેસ માટે સજાગ એવા રોનાલ્ડોનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કોકા-કોલા યૂરો કપ-2021ની સત્તાવાર સ્પોન્સર બ્રાન્ડ છે. આ મામલે રોનાલ્ડો પર યૂએફા દ્રારા રોનાલ્ડો સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવી શકે છે.રોનાલ્ડોની કોકા-કોલા ન પીવાની અને પાણી પીવાની ઇશારો ઇશારેમાં કહેલી વાતનો વીડિયો વિશ્વભરમાં વાયરલ થયા બાદ કોકાકોલા કંપનની વ્યાપક નુકસાન થયું છે. અહેવાલ અનુસાર તેના સ્ટોકસમાં લગભગ 1.6 ટકાનો ઘટાડો થયો છે. જે ભારતીય રૂપિયામાં 29300 કરોડ જેટલી નુકસાની થાય છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer