મહિલા ટેસ્ટ: ભારત સામે ઇંગ્લેન્ડનો મજબૂત પ્રારંભ

બ્રિસ્ટલ તા.16: પ્રવાસી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વિરૂધ્ધની એકમાત્ર ટેસ્ટ મેચના પ્રારંભે ઇંગ્લેન્ડની ટીમે મજબૂત પ્રારંભ કર્યો હતો. આજે મેચના પહેલા દિવસે ચાના સમય સુધીમાં પપ ઓવરમાં ઇંગ્લેન્ડના બે વિકેટે 162 રન થયા હતા. કેપ્ટન હીથર નાઇટ 47 રને અને નટાલી સ્કાઇવર 11 રને ક્રિઝ પર હતા. જયારે લેરન વિનફિલ્ડ 63 દડામાં 4 ચોગ્ગાથી 3પ રને અને ટોમી બ્યૂમોંટ 144 દડામાં 6 ચોગ્ગાથી 66 રન કરીને આઉટ થઇ હતી. ભારતીય મહિલા ટીમ તરફથી પૂજા વત્રાકર અને સ્નેહા રાણાએ 1-1 વિકેટ લીધી હતી.ઇંગ્લેન્ડની કેપ્ટન હીથર નાઇટે ટોસ જીતીને દાવ લીધો હતો. ભારતીય ઇલેવનમાં યુવા ખેલાડી શેફાલી વર્માને તક અપાઇ હતી. આ ઉપરાંત દીપ્તિ શર્મા, પૂજા વત્રાકર, તાનિયા ભાટિયા અને સ્નેહા રાણાએ પણ ટેસ્ટ ડેબ્યૂ કર્યાં હતા. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સાત વર્ષ બાદ ટેસ્ટ મેચ રમી રહી છે. આ દરમિયાન ઇસીબીએ આ મેચ જૂની પિચ પર આયોજિત કરવા સબબ માફી માંગી હતી. આ મેચના પાંચ દિવસ અગાઉ આ પિચ પર ટી-20 બ્લાસ્ટની એક મેચ રમાઈ હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer