હાલાપરથી મોટા કરોડિયા માર્ગની બિસમાર હાલતથી લોકો પરેશાન

ભુજ, તા. 16 : અબડાસા તાલુકાના મોટા કરોડિયાથી હાલાપર તરફ જતા ત્રણ કિ.મી.ના માર્ગની બિસમાર હાલતથી સ્થાનિક ગ્રામજનો ભારે હાલાકી વેઠી રહ્યા છે. આ રોડ પર મોટી સંખ્યામાં વાડી-ખેતરો આવેલા હોવાથી માર્ગની ખખડધજ હાલતના લીધે ખેડૂતો તેમજ અન્ય ગ્રામજનોને થોડીક ખામી સર્જાવવા સહિતની સમસ્યાનો  સામનો કરવો પડે છે.મોટા કરોડિયાના ગ્રામજનોએ આ બાબતે અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાને રજૂઆત કરતાં જણાવ્યું કે,1996માં આ રસ્તો મેટલનો બન્યા બાદ ડામરથી મઢવામાં ન આવતાં પથ્થર- કાંકરી નીકળી ગયા છે.ગ્રામજનોની પાકો રોડ બનાવવાની વર્ષો જૂની માંગણીને નજર અંદાજ કરવામાં આવી રહી છે. અગાઉના ધારાસભ્ય શકિતસિંહ ગોહિલે પણ આ મુદ્દે સરકારમાં અનેક વખત રજૂઆત કરી હતી. ખેતી-પશુપાલનનો મુખ્ય વ્યવસાય ધરાવતા મોટા કરોડિયાના ગ્રામજનોને હાલાપર, સાભરાઇ અને ગઢશીશા જવા માટે આ માર્ગનો ઉપયોગ કરતા હોય છે.વેળાસર આ 3 કિ.મી.નો માર્ગ પાકો બને તો ગ્રામજનોને રાહત થાય તેવું રજૂઆતમાં જણાવાયું છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer